દુઃખદ : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકઅપ આર્ટિસ્ટ આનંદ પરમારનું નિધન

મુંબઈઃ ‘તારક મહેતા..’માં ડો. હાથીનું પાત્ર ભજવનાર કવિ કુમાર આઝાદના અચાનક નિધન બાદ હવે સિરિયલના મેકઅપ આર્ટિસ્ટ આનંદ પરમારનું નિધન થયું હતું. તેઓ છેલ્લાં 10 દિવસથી બીમાર હતાં અને આઠ ફેબ્રુઆરીના રોજ તેમનું નિધન થયું હતું.

લાંબા સમયથી શો સાથે સંકળાયેલા હતાં
આનંદ પરમારના અંતિમ સંસ્કાર રવિવાર (નવ ફેબ્રુઆરી)ના રોજ સવારે મુંબઈના કાંદિવલી વેસ્ટમાં કરવામાં આવ્યા હતાં. ‘તારક મહેતા…’ સિરિયલના કલાકારો તેમને આનંદદાદા કહીને બોલાવતા હતાં. તેઓ છેલ્લાં 12 વર્ષથી આ શો સાથે સંકળાયેલા હતાં. આનંદ પરમારના અચાનક નિધનથી ટીમને ઘણો જ આઘાત લાગ્યો છે અને તેમના નિધનને કારણે આજે (રવિવાર) શૂટિંગ પણ એક દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

શોના કલાકારોએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી
બબિતાનો રોલ પ્લે કરતી મુનમુન દત્તાએ ઈન્સ્ટા સ્ટોરીમાં આનંદ પરમારને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કોમલભાભી એટલે કે અંબિકા રંજનકરે ઈન્સ્ટાગ્રામમાં આનંદ પરમારની તસવીર પોસ્ટ કરીને તેમને યાદ કર્યાં હતાં.