મુશ્કેલી : પૂનમ પાંડેએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ કોર્ટમાં ક્રિમિનલ કેસ ફાઈલ કરાવ્યો

બોલિવૂડ ડેસ્ક: મોડેલ અને એક્ટ્રેસ પૂનમ પાંડેએ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા અને તેના સાથીદાર પર કેસ કર્યો છે. પોલીસે અગાઉ એફઆઈઆર ફાઈલ ન કરતા પૂનમ હાઇકોર્ટના સહારે આવી છે. આખી ઘટના એવી છે કે 2019માં પૂનમે 2019માં આર્મ્સપ્રાઈમ મીડિયા નામની કંપની સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. પૂનમે આ કોન્ટ્રાક્ટ પોતાના નામની એપ બનાવવા માટે સાઈન કર્યો હતો જેના માટે તેને રેવન્યુમાં ચોક્કસ હિસ્સો મળવાનો હતો.

કોન્ટ્રાક્ટ પરત લીધા બાદ મુશ્કેલીમાં વધારો
પૂનમને કંપની સાથે રેવન્યુ શેરિંગને લઈને ભેદભાવ થતા તેણે કોન્ટ્રાક્ટ પરત ખેંચી લીધો. ત્યારપછી તેની મુશ્કેલી વધી. પ્રાઇવેટ નંબર પરથી તેને હેરાન કરતા ફોન કોલ્સ આવવા લાગ્યા. આ બધાથી કંટાળીને તે ત્રણ મહિના દેશ છોડીને જતી રહી કે ત્યાં સુધીમાં બધું સરખું થઇ જાય. પરંતુ પરત ફર્યા બાદ પણ તેને ફોન કોલ્સ આવવાના ચાલુ જ રહ્યા.

નંબર બદલ્યો તો પણ પરિસ્થિતિ ન બદલી
તેણે નવો નંબર લઇ લીધો ત્યારબાદ રાજ કુન્દ્રાના સહયોગી સૌરભ કુશવાહને વાતચીત માટે ફોન કર્યો હતો. ત્યારબાદ તેને નવા નંબર પર પણ કોલ્સ આવવાના શરૂ થઇ ગયા. તેણે રાજ અને તેની ટીમ વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસની મદદ માગી પર પોલીસે તેની ફરિયાદ દાખલ ન કરી. ત્યારબાદ તે હવે હાઇકોર્ટ પહોંચી છે.

સૌરભે બધા આરોપને ખોટા ગણાવ્યા
સૌરભ કુશવાહે પૂનમના આરોપને ખોટા ગણાવ્યા છે. સૌરભના જણાવ્યા મુજબ આર્મ્સપ્રાઈમ મીડિયા તેમની કંપની છે અને જ્યારે તેને પૂનમ પાંડે વિશે ખબર પડી ત્યારે તેણે જાતે જ કોન્ટ્રાક્ટ પૂરો કરી દીધો હતો.