અમરેલી : લીલીયાના સલડી પાસે બે કાર ટકરાતા સળગી, બે લોકોનાં મોત

4 ઘાયલ યુવાનો બહાર નીકળી ગયા હતા

બચી ગયેલા યુવાનો એક લગ્ન પ્રસંગે મિત્રની કાર લઇને ગયા હતા

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી અને લાલાવદર વચ્ચે માનસી ફૂડ ફેક્ટરી પાસે રાત્રે બે કાર સામસામી ટકરાયા બાદ બંનેમાં આગ ફાટી નિકળી હતી. જેને લીધે બે માણસના મોત થયા હતાં. કલેક્ટરની સુચનાથી ફાયર બ્રિગેડ અને મામલતદાર પણ અમરેલીથી દોડી ગયા હતા. બંને કારમાં હજુ વધુ મૃતદેહો મળવાની આશંકા સેવાઇ રહી છે.

એક કારનો નંબર જીજે 14 ઇ 5296 હોવાનું જાણવા મળ્યું

મૃતકો પૈકી એક વરસડાનો મેહુલ નામનો યુવાન હતો. જ્યારે બીજાનું નામ જાણવા મળી શક્યું નથી. બચી ગયેલા યુવાનો એક લગ્ન પ્રસંગે મિત્રની કાર લઇને ગયા હતા. અને ત્યાંથી પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હતી. જોકે, એક કારમાંથી 4 ઘાયલ યુવાનો સમયસર બહાર નિકળી આવતાં તેઓ ઘાયલ અને દાઝેલા હોવા છત્તાં બચી ગયા હતા. ચારેયને સારવાર માટે અમરેલી સિવીલમાં ખસેડાયા છે. અકસ્માતગ્રસ્ત પૈકી એક કારનો નંબર જીજે 14 ઇ 5296 હોવાનું જાણવા મળ્યું છે.