દુઃખદ : મીત બ્રધર્સના પિતાનું કાર્ડિએક અરેસ્ટથી નિધન, મિકા સિંહે શ્રદ્ધાંજલિ પાઠવી

મુંબઈઃ જાણીતા સિંગર્સ મીત બ્રધર્સના પિતા એસ ગુલઝાર સિંહનું બુધવારે (પાંચ ફેબ્રુઆરી) કાર્ડિએક અરેસ્ટને કારણે નિધન થયું હતું. સિંગર મીકા સિંહે સોશિયલ મીડિયામાં ગુલઝારસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

અંતિમ સંસ્કાર કરાયા

ગુલઝાર સિંહના (પાંચ ફેબ્રુઆરી) મુંબઈના ઓશીવારા સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. સૂત્રોના મતે, ગુલઝારને બુધવારે (પાંચ ફેબ્રુઆરી) રાત્રે આઠ વાગ્યાની આસપાસ કાર્ડિએક અરેસ્ટ આવ્યો હતો. તેમને તાત્કાલિક કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જોકે, ડોક્ટર્સ તેમને બચાવી શક્યા નહોતાં.

ગયા વર્ષે મીત બ્રધર્સે પેરેન્ટ્સની વેડિંગ એનિવર્સરીની ગોલ્ડન જુબિલી ઉજવી

મીત બ્રધર્સના પેરેન્ટ્સના ગયા વર્ષે લગ્નને 45 વર્ષ પૂરા થયા હતાં. મીત બર્ધર્સે પેરેન્ટ્સના બીજીવાર લગ્ન કરાવ્યા હતાં. આ લગ્નમાં ચુડા સેરેમની, કલીરે, બારાત જેવી તમામ વિધિઓ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે મીત બ્રધર્સે ‘ચિટ્ટિયા કલિયા’, ‘બેબી ડોલ’, ‘પિંક લિપ્સ’, ‘હેંગ ઓવર’, ‘પાર્ટી તો બનતી હૈં’ જેવી સુપરહિટ સોંગ્સ આપ્યા છે.