ઈકોનોમિ : સર્વિસ સેક્ટરની ગતિવિધિઓ 7 વર્ષમાં સૌથી ઝડપી, જાન્યુઆરીમાં આ સેકટરનો ઈન્ડેક્સ 55.5 પર પહોંચ્યો

નવી દિલ્હીઃ સર્વિસ સેકટરની ગતિવિધિઓની ઝડપ જાન્યુઆરીમાં છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ રહી હતી. નવા ઓર્ડરની સંખ્યા વધવાથી રોજગારન વધુ તકો અને બજારની સ્થિતિઓની વચ્ચે કારોબારી શકયતા વધવાથી આ સેકટરને ફાયદો થયો. ઈન્ફોર્મેશન પ્રોવાઈડર આઈએચએસ માર્કેટ ઈન્ડિયાનો સર્વિસિસ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ જાન્યુઆરીમાં 55.5ના સ્તરે પહોંચ્યો છે. જે ડિસેમ્બરમાં 53.3એ હતો.

મેન્યુફેેકચરિંંગ, સર્વિસિસના સંયુક્ત ઈન્ડેક્સ પણ 7 વર્ષના ઉચ્ચ સ્તરે

સર્વિસિસ સેકટરનો ઈન્ડેક્સ એક મુખ્ય ઈકોનોમિક ઈન્ડિકેટર છે. નીતિઓ બનાવતી વખતે તેની પર વિચાર કરવામાં આવી શકે છે. આરબીઆઈ પણ વ્યાજ દર નક્કી કરતી વખતે સર્વિસિસ ઈન્ડેક્સના આંકડાઓને ધ્યાને લે છે. મેન્યુફેકચરિંગ અને સર્વિસિસ સેકટરનો સંયુક્ત ઈન્ડેક્સ પણ જાન્યુઆરીમાં 56.3 પર પહોંચી ગયો. તે પણ 7 વર્ષના સૌથી ઉચ્ચ સ્તરે છે. ડિસેમ્બરમાં આ ઈન્ડેક્સ 53.7 પર હતો.

રોજગાર વધવાની શકયતા

આઈએચએસ માર્કેટની પ્રિન્સિપલ ઈકોનોમિસ્ટ પોલિયાના ડી લીમાનું કહેવું છે કે સર્વિસ સેકટરે નવા વર્ષની સારી શરૂઆત કરી છે. ગત વર્ષેના અંતમાં સુધારાની જે સ્થિતિ જોવા મળી હતી, તે વધુ મજબૂત થઈ છે. બિઝનેસ રેવન્યુમાં વધારો જોતા નવા સર્વિસ પ્રોવાઈડર પોતાની ક્ષમતાઓ વધારી રહ્યાં છે. નોકરીઓ શોધી રહેલા લોકો માટે આ સારો સંકેત છે.