ભષ્ટ્રાચારની તપાસ : એરએશિયાના CEO ટોની ફર્નાડિસ, ચેરમેન કમરુદ્દીન મેરાનુને બે મહિના માટે પદ પરથી હટાવવામાં આવ્યા

એરએશિયાના સીઈઓ ટોની ફર્નાડિસ અને ચેરમેન કમરુદ્દીન મેરાનુને બે મહિના માટે તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. આ સમયમાં હજુ વધારો કરવામાં આવી શકે છે. એરલાઈને સોમવારે મલેશિયાના શેરબજારને આ માહિતી આપી છે. લાંચના એક મામલામાં બ્રિટનની સિરિયસ ફ્રોડ ઓફિસ એરએશિયાની વિરુદ્ધ તપાસ કરી રહી છે. આ મામલામાં ફર્નાડિસ અને મેરાનુની સંડોવણી હોવાની શકા છે.

એરએશિયાના CEO ટોની ફર્નાડિસ.

એરએશિયાના બોર્ડે તપાસ કમિટી બનાવી

યુરોપની એરોસ્પેસ કંપની એરબસે ગત સપ્તાહે કહ્યું હતું કે તે ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકામાં ભષ્ટ્રાચારની તપાસના મામલાઓને સેટલ કરવા માટે 3.6 અબજ યુરો(2,830 કરોડ રૂપિયા) ચૂકવવા તૈયાર છે. એવો આરોપ છે કે એરબસે પ્લેનનો ઓર્ડર મેળવવા માટે માટે એરએશિયાને પણ 5 કરોડ ડોલર(335 કરોડ રૂપિયા)ની લાંચ આપી હતી. એરએશિયાના બોર્ડે આરોપોની તપાસ માટે કમિટી બનાવી છે. સીઈઓ અને ચેરમેનને કાર્યકારી ભૂૂમિકામાંથી હટાવીને માત્ર સલાહકારની ભૂમિકામાં રાખવામાં આવ્યા છે.

ટોની ફર્નાડિસ અને ચેરમેન કમરુદ્દીને આરોપોને ખોટા ગણાવ્યા છે. આ પહેલા એરએશિયાએ એરબસની વિરુદ્ધ એસએફઓની તપાસમાં પોતાનું નામ હોવાની વાતથી ઈન્કાર કર્યો હતો. તેમનું કહેવું હતું કે એસએફઓએ કોઈ માહિતી માંગી નથી.