અમદાવાદ : અમદુપુરા ખાતે કરૂણા અભિયાન અંતર્ગત ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા પક્ષીઓને બચાવ અને સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું

અમદાવાદ :  અમદુપુરા ખાતે પક્ષીઓને બચાવ અને સારવાર કેમ્પનું  આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરૂણા અભિયાન અંતર્ગત ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા ઘાયલ પક્ષી બચાવો અભિયાન ચલાવ્યું હતું.
                                     
અમદાવાદ નાં અમદુપુરા વિસ્તારમાં ઉતરાયણ નિમિતે દર વષઁ ની જેમ આ વષઁ પણ  કરૂણાનિધિ અભિયાન અંતર્ગત, ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા ઘાયલ પક્ષી બચાવો અભિયાન ચલાવ્યું હતું પતંગ ની દોરી વાગવાથી કે વીટળાવાથી પક્ષી ઓ દમ તોડી દે છે તેમને બચાવા ની કામગીરી અમદુપુરા ની આસપાસ ના એરીયામાં જયાં પણ ઘાયલ થયેલા પક્ષી ઓને બચાવ અને સારવાર આપી નવું જીવન જીવવા માટે મદદરૂપ થાય છે  અને વઘુ ગંભીર પરિસ્થિતિ માં જો પક્ષીઓ હોય તો તેને નજીકમાં આવેલા બાપુનગર નાં પારેવડા ગૃપ સુધી પહોંચાડે છે અને તેઓ ને લાગે તો પક્ષી નું ઑપરેશન કરીને પણ તેનો જીવ બચાવી લે છે,, આ સરાહનીય કામગીરી મા અમદુપુરા ઘાયલ પક્ષી બચાવો અભિયાન સાથે મદદરૂપ થયેલી ટીમ મા ડોકટર નિશા,ડોલીબેન,સરફરાઝ મનસુરી મેહુલ ભાઈ, ચેહરભાઈ, જગન્નાથ ભાઈ, હાજર રહ્યા હતા ઉમદા કાર્ય કર્યુ હતુ જે બિરદાવા લાયક છે સભ્ય સમાજ ના લોકો એ આવી પહેલ કરવી જોઈએ.