લીક : શાઓમીના અપકમિંગ સ્માર્ટફોન ‘Mi 10’ની તસવીરો લીક થઈ

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપનીના અપકમિંગ સ્માર્ટફોન ‘Mi 10’ની તસવીરો લીક થઈ છે. આ અગાઉ પણ ફોનનાં કેટલાક સ્પેસિફિકેશન લીક થયાં છે. ટેક ન્યૂઝ પોર્ટલ Gsmarena દ્વારા ફોનની તસવીર લીક કરવામાં આવી છે. લીક થયેલી તસવીરો મુજબ ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ અને ગ્રેડિઅન્ટ ફિનિશિંગ આપવામાં આવશે.

કંપની દ્વારા ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવાની વાત કન્ફર્મ કરવામાં આવી છે. લીક થયેલી તસવીરો મુજબ ફોનમાં પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવશે. જોકે Gsmarena વેબસાઈટ પર આ લીક તસવીર ‘Mi 10’ અથવા ‘Mi 10 પ્રો’ની હોઈ શકે છે તેવું જણાવાયુ છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ‘Mi 10’નાં 8GB+128GB, 8GB+256GB અને 12GB+256GB વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવી શકે છે. ફોનમાં 108MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવી શકે છે. ફોનમાં 66 વૉટનાં ફાસ્ટ ચાર્જિંગ સાથે 4,500mAhની બેટરી આપવામાં આવશે.