અમદાવાદ : લગ્નમાં સૂટ પહેરીને આવેલો ગઠિયો રૂ. 3.41 લાખ ભરેલી બેગ ચોરી ગયો

અમદાવાદ: સેટેલાઈટના ઈસ્કોન મંદિરમાં આવેલા નિત્યાનંદ હોલમાં મંગળવારે ઘીકાંટા શાંતિનાથ પાડાની પોળમાં રહેતા ગૌતમ પંચાલની દીકરીના લગ્ન યોજાયાં હતાં. આ લગ્ન સમારોહમાં સૂટ- બૂટ પહેરીને મહેમાન બનીને આવેલો ગઠિયો 15 મિનિટમાં દાગીના-રોકડ મળીને કુલ રૂ.3.41 લાખની મતા ભરેલી બે બેગ ચોરી ગયો હતો. લગ્નની વિધી પૂરી થતાં પરિવારના સભ્યો ફેમિલી ફોટો પડાવી રહ્યા હતા ત્યારે ખુરશી ઉપર મૂકેલી બેગ ગઠિયો ચોરી ગયો હતો. આ અંગે ગૌતમભાઈના સાઢુ સંદીપભાઈએ સેટેલાઇટ પોલીસમાં આ યુવક સામે ફરિયાદ નોંધાવી છે.