લીક : વન પ્લસ કંપનીના અપકમિંગ સ્માર્ટફોન ‘વન પ્લસ 8 પ્રો’નાં સ્પેસિફિકેશન લીક થયાં

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની વન પ્લસના અપકમિંગ સ્માર્ટફોન ‘વન પ્લસ 8 પ્રો’નાં સ્પેસિફિકેશન લીક થયાં છે. ચાઈનીઝ બેંચમાર્ક સાઈટ Geekbench પર ફોનને લિસ્ટ કરવામાં આવ્યો છે અને તેનાં કેટલાક સ્પેસિફિકેશન વિશે માહિતી આપવામાં છે. ફોનમાં પાવરફુલ ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવી શકે છે. આ ફોનનાં લોન્ચિંગ સાથે જ 8 સિરીઝનો વનપ્લસ 8 લાઈટ ફોન પણ લોન્ચ કરવામાં આવશે.

Geekbench પર લિસ્ટ કરવામાં આવેલાં આ સ્માર્ટફોનનો મોડલ નંબર GALILEI IN2023 છે. વેબસાઈટ પર તેને 10 જાનુયારીએ અપલોડ કરવામાં આવ્યો છે. લીક થયેલાં સ્પેસિફિકેશન મુજબ ફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ વર્ઝન એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવી શકે છે.

ફોનમાં પંચ હોલ ડિસ્પ્લે, 4 રિઅર કેમેરા સેટઅપ અને ટેઈલ ઓફ ફ્લાઇટ સેન્સર આપવામાં આવશે. ફોનમાં કર્વ્ડ ડિસ્પ્લે પણ મળી શકે છે. અપકમિંગ ફોનમાં 120Hz રિફ્રેશરેટ ધરાવતી ડિસ્પ્લે પણ મળી શકે છે. જોકે કંપનીએ ફોનનાં સ્પેસિફિકેશન અને કિંમત વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.