એરટેલે યુઝર્સને આપ્યા ખુશીના સમાચાર, એરટેલ Wi-Fi કોલિંગ સર્વિસ દેશના આટલા ભાગમાં કરશે સપોર્ટ

દિગ્ગજ ટૅલિકોમ કંપની એરટેલે વર્ષના અંતમાં જ Airtel Wi-Fi કોલિંગ સર્વિસનો વિસ્તાર દેશના ઘણા વિસ્તારોમાં કર્યો છે. આ પહેલા દિલ્હી NRC માટે પણ ઉતારવામાં આવ્યા હતા. એરટેલ વાઈ-ફાઈ કોલીંગ સર્વિસ થકી સબ્સક્રાઈબર્સ Wi-fi નેટવર્ક થકી વોઈસ કોલીંગ કરી શકે છે. શરૂઆતમાં આ સર્વિસ માત્ર એરટેલ એક્સ્ટ્રીમ ફાઈબર હોમ બ્રોડબેન્ડ સુધી જ સીમિત હતી. જો કે, હવે આ કોઈપણ વાઈફાઈ નેટવર્ક થકી એક્સેસ કરવામાં આવી શકે છે.

કંપનીની વાઈફાઈ કોલીંગ સુવિધાએ 10 લાખ યુઝર્સનો આંકડો પાર કરી લીધો છે. સાથે જ કંપનીએ હવે આ વસ્તુનો સપોર્ટ 100થી વધારે સ્માર્ટફોન્સ માટે જાહેર કરી દીધો છે. જો કે, એરટેલની પ્રતિદ્વંદી કંપની રિલાયનસ જીયોએ બુધવારે પોતાના ગ્રાહકો માટે વાઈફાઈ કોલિંગની સુવિધાની શરૂઆત કરી દીધી છે.

એરટેલની વાઈફાઈ કોલીંગ સુવિધા હવે દેશના ઘણા ભાગમાં ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાત, હરીયાણા, કેરલ, મધ્યપ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ (પૂર્વ), ઉત્તરપ્રદેશ (પશ્વિમ) જેવા રાજ્યોનો પણ સમાવેશ કરી દીધો છે. આ રાજ્યો સિવાય આ સેવાનો લાભ આંધ્રપ્રદેશ, કર્ણાટક, કોલકતા, મુંબઈ, અને તમિલનાડુમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સુવિધાની શરૂઆત દિલ્હી-NCRથી કરવામાં આવી હતી.

એરટેલ વાઈ-ફાઈ કોલિંગ સર્વિસમાં એક મોટો ફેરફઆ કરવામાં આવ્યો છે અને હવેથી કોઈપણ Wi-fi થકી આ સેવાનો લાભ લઈ શકે છે. આ વાતની સત્તાવાર જાહેરાત એરટેલે પોતાની વેબસાઈટ પર કરી હતી. એરટેલ વાઈફાઈ કોલિંગ સર્વિસ માટે યુઝર્સે કોઈપણ સ્પેશીયલ ટૈરિફને લેવાની જરૂર નથી કે, ન તો એપ્લીકેશનને ઈન્સ્ટોલ કરવાની જરૂર છે. જો કે, આ સર્વિસ માત્ર અમુક મોડલ સુધી જ સીમિત છે.

આ ફોન કરશે Wi-fi કૉલિંગ સપોર્ટ

Apple:

iPhone 11, iPhone 11 Pro, iPhone 11 Pro Max, iPhone 7 and iPhone 7 Plus, iPhone 8 and

iPhone 8 Plus, iPhone 6S, iPhone 6S Plus, iPhone SE, iPhone XR, iPhone X, iPhone XS and the

iPhone XS Max.

OnePlus:

OnePlus 7, OnePlus 7T, OnePlus 7 Pro, OnePlus 7T Pro, OnePlus 6, OnePlus 6T.

Xiaomi:

Poco F1, Xiaomi Redmi K20, Xiaomi Redmi K20 Pro, Redmi 7, Redmi 7A, Redmi Note 7 Pro,

Redmi Y3.

Samsung:

Samsung J6, Samsung On 6, Samsung M30s, Samsung A10s, Samsung M20, Samsung M20, Samsung S10e, Samsung S10, Samsung S10 Plus, Samsung A30s, Samsung M30, Samsung Note 10, Samsung Note 10 Plus, Samsung A50s, Samsung Galaxy Note 9

કંપની જલ્દીજ બીજા ઘણા જ ડિવાઈસેજમા વાઈફાઈ કોલિંગનો સપોર્ટ આપવા પર કાર્યરત છે. સાથે જ જલ્દી જ લોન્ચ થનાર સ્માર્ટફોન્સમાં પણ આ સર્વિસનો સપોર્ટ ઈન-બિલ્ટ મળી શકે છે.