ચાઈનીઝ કંપનીનાં Smart TV થયા ભારતમાં લોન્ચ, અવાજથી થશે ઓપરેટ

ચાઇનીઝ હોમ એપ્લાયન્સીસ કંપની TCLએ બુધવારે ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત C8 સિરીઝના 55 ઇંચ અને 65 ઇંચના સ્ક્રીનના બે સ્માર્ટ ટીવી લોન્ચ કર્યા છે. 55 ઇંચના TCS C8 TVની કિંમત 49,990 રૂપિયા છે, જ્યારે 65 ઇંચની TCS C8 TVની કિંમત 69,990 રૂપિયા છે. આ બંને સ્માર્ટ ટીવીમાં ગૂગલ સહાયતા અને એમેઝોન એલેક્ઝા આવશે. મતલબ ટીવીને વગર રિમોટથી બોલીને ઓપરેટ કરી શકાશે. TCL Smart TV Feature TCLના 4K આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સ્માર્ટ ટીવીમાં ડોલ્બી એટમોસ ટેક્નોલોજી છે.

આ ટીવી ઓન્ડ્રોઈડ 9Pie પર આધારિત છે. આ ટીવીમાં કેટલાક પ્રી-ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશન્સ જેવી કે એમેઝોન પ્રાઇમ વિડિઓ અને નેટફ્લિક્સ છે. ટીસીએલનો દાવો છે કે, આ નવા સ્માર્ટ ટીવી 90 ટકા કલર સ્પેસ તેમજ આબેહૂબ રંગ અને વાસ્તવિક શેડ્સ પ્રદાન કરશે. TCL C8 સીરીઝ સ્માર્ટ ટીવી વોઇસ રેકગ્નિશન ટેકનોલોજી પર કાર્યરત છે. આની મદદથી ઘરમાં સ્માર્ટ ડિવાઇસને કનેક્ટ કરી શકાય છે. કનેક્ટ કર્યા બાદ તમે તમારા અવાજથી જમવાનું ઓર્ડર કરી શકો છો. સાથે જ ઘરમાં રહેલી અન્ય ડિવાઈસને પણ ઓન-ઓફ કરી શકાય છે. TCL C8 ટીવી ભારતમાં 55 ઇંચ અને 65 ઇંચમાં લોન્ચ કરાયું છે.

આ સ્માર્ટ ટીવી HDR10 સપોર્ટ સાથે આવશે. આ ટીવીમાં ડ્યુઅલ કોર પ્રોસેસર અને ડ્યુઅલ કોર GPUS સપોર્ટ ઉપલબ્ધ હશે. ટીવીમાં કનેક્ટિવિટી માટે Wi-Fi HDMI અને USB સપોર્ટ પણ ઉપલબ્ધ હશે. ડિઝિટલ ઓડિયો માટે 3.5mmનો હેડફોન જેક પણ મળશે. ટીવી સાથે એસી લોંચ ટીસીએલ ટીવી ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત AC પણ લોન્ચ કર્યું છે. આ AI ઇન્વર્ટર કન્ડીશન મોડેલો 1 ટનથી 2 ટન વચ્ચેના છે, જેમાં 60 ડિગ્રી સેલ્સિયસ સુધી નોન-સ્ટોપ કૂલિંગની સુવિધા છે. કંપનીના દાવા મુજબ AC 30 સેકંડમાં રૂમના તાપમાને ઘટાડી શકે છે.