વડોદરા માં ઠંડીનો પારો 15.6 ડિગ્રી પર થીજ્યો, આજે પણ ઠંડીની તીવ્રતા રહેશે

વડોદરાઃ ઉત્તર-પૂર્વના ઠંડા પવનોના પગલે મંગળવારે રાતે 11 વાગ્યા બાદ ઠંડીનો પારો 15.6 ડિગ્રી પહોચી જતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. જ્યારે બુધવારે વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો.

ગુરુવારે પણ ઠંડીની અસર રહેશે

બુધવારે ઠંડા પવનોની ગતિ 8 કિમી પ્રતિ કલાકની થઈ જતા ઠંડી થોડી ઓછી અનુભવાઈ હતી. જોકે હવામાન વિભાગના આંકડા મુજબ 11 ડિસેમ્બર 2018ના રોજ ઠંડીનો પારો 13 ડિગ્રી નોંધાયો હતો,જેની તુલનામાં 11 ડિસેમ્બર 2019ના રોજ ઠંડીનો પારો 2 ડિગ્રી વધુ એટલે કે 15.6 ડિગ્રી રહ્યો હતો. ગ્લોબલ વોર્મિંગના પગલે ચાલુ વર્ષે ઠંડી થોડી ગરમ રહેશે તેવી આગાહી હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરમાં ઉત્તર-પૂર્વની દિશામાંથી આવતા ઠંડા પવનોના પગલે જ ઠંડીની અસર વર્તાય છે. ગુરુવારે પણ ઠંડીની તીવ્રતા વધુ રહેશે.