અદાણી ટ્રાન્સમિશન : અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈનો 25.1 ટકા હિસ્સો 3200 કરોડ રૂપિયામાં કતાર ઈન્વેસ્ટમેન્ટને વેચશે

મુંબઈઃ અદાણી ટ્રાન્સમનિશન કંપની પોતાની સબ્સિડિઅરી અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ(AEML)નો 25.1 ટકા હિસ્સો કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી(QIA)ને 3,200 કરોડ રૂપિયામાં વેચશે. કંપનીએ બુધવારે આ કરારની માહિતી આપી હતી. QIAએ કતારની સરકારી કંપની છે, જે દેશ-વિદેશમાં રોકાણ કરે છે.

મુંબઈમાં લાઈસન્સ એરિયામાં AEMLનો 87 ટકા માર્કેટ શેર

  • AEML પાવર ડિસ્ટ્રીબ્યુશન, ટ્રાન્સમિશન અને જનરેશનના કારોબાર સાથે જોડાયેલી કંપની છે. મુંબઈમાં તેના 30 લાખ ગ્રાહક છે. મુંબઈમાં લાઈસન્સ એરિયાના હિસાબથી AEML શેર 87 ટકા, ગ્રાહકોના મામલામાં 67 ટકા અને વીજળી સપ્લાયમાં 55 ટકા છે. અદાણી ટ્રાન્સમિશન અને QIAના કરાર અંતર્ગત એ લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે 2023 સુધી AEMLના સપ્લાયમાં 30 ટકા વીજળી સોલર એન્ડ વિન્ડ પાવર પ્લાન્ટમાંથી ઉત્પાદન થનાર છે.
  • અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું કહેવું છે કે QIAની સાથે લોન્ગ ટર્મ પાર્ટનરશીપ માટે આ કરાર મહત્વનો છે. અમે વિશ્વસનીય સેવા અને ગ્રાહકોના સંતોષનું સ્તર વધારવાની દિશામાં કામ ચાલું રાખીશું. QIAના CEO મંસૂર અલ-મહમૂદે કહ્યું કે આ રોકાણ ભારત પ્રત્યે અમારો ભરોસો દર્શાવે છે. ભારત સાથે અમારા ગાઢ સંબંધ છે.