ક્રિકેટ : શિખર ધવન ઘૂંટણની ઇજાના કારણે વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે સીરિઝમાંથી બહાર, મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ થયો

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ઓપનર શિખર ધવન ઘૂંટણની ઇજાના કારણે વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. તેની જગ્યાએ કર્ણાટકના મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન મળ્યું છે. મયંકની બીજીવાર સ્ક્વોડમાં પસંદગી થઇ છે પરંતુ તે હજી સુધી પોતાનું ડેબ્યુ કરી શક્યો નથી. અગાઉ વર્લ્ડ કપમાં પણ ઈજાગ્રસ્ત વિજય શંકરની જગ્યાએ મયંક અગ્રવાલનો સમાવેશ થયો હતો. ભારત વેસ્ટ ઇન્ડિઝ ત્રણ વનડે સીરિઝની પહેલી મેચ 15 ડિસેમ્બરે ચેન્નાઇમાં રમશે.બીજી વનડે 18 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમ અને ત્રીજી વનડે 22 ડિસેમ્બરે કટકમાં રમાશે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મહારાષ્ટ્ર સામેની મેચમાં ધવન ઈજાગ્રસ્ત થયો હતો. બીસીસીઆઈએ T-20 સીરિઝ પહેલા કહ્યું હતું કે, ‘ ધવનને 100% ફિટ થવા માટે વધુ સમય જોશે.’

T-20માં ધવનની જગ્યાએ સેમસનને શામેલ કરવામાં આવ્યો
વનડે સીરિઝ પહેલા ધવનની જગ્યાએ અન્ય કોઈ ખેલાડીની ટીમમાં એન્ટ્રી થઇ શકે છે. T-20 સીરિઝમાં તેના સ્થાને વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમ્સનનો સ્ક્વોડમાં સમાવેશ થયો હતો. જોકે સેમસનને પ્રથમ બે T-20માં તક મળી ન હતી. સેમસન સિવાય શુભમન ગિલ અને મયંક અગ્રવાલના નામ પર પણ વિચારણા થઇ શકે છે.

વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે સીરિઝ માટે ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દિપક ચહર, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર