3 ગ્રહોના યોગને લીધે વૃષભ રાશિના લોકોએ ધન સંબંધી કામોમાં સાવધાન રહેવું પડશે, સિંહ રાશિના લોકો માટે લાભની સ્થિતિ બનશે

સોમવાર, 4 નવેમ્બરે ગુરુએ ધન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં પહેલાથી જ શનિ અને કેતુ સ્થિત છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના કહેવા પ્રમાણે આ ત્રણ ગ્રહોની યુતિ ધન રાશિમાં 1209 વર્ષ પછી બની છે. આ એક દુર્લભ યોગ છે. 16 ઓક્ટોબર 810ના રોજ ગુરુ, શનિ અને કેતુનો યોગ ધન રાશિમાં બન્યો હતો, આ દિવસે દેવઊઠી એકાદશી ઉજવવામાં આવી હતી. ધન રાશિનો સ્વામી ગુરુ ગ્રહ જ છે. કેતુ હંમેશાં વક્રી રહે છે. આવી સ્થિતિમાં શનિ અને ગુરુ માર્ગી રહેશે અને કેતુ વક્રી સ્થિતમાં ધન રાશિમાં રહેશે. જાણો આ ત્રણ ગ્રહોના યોગનો બધી 12 રાશિઓ પર કેવી અસર થશે?

મેષ રાશિ-

પાછલા સમયમાં થયેલાં બધા નુકસાન ફરી ભરપાઈ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. દુશ્મનોનો નાશ થશે. સારા સમાચાર પ્રાપ્ત થશે અને સરકારથી સહયોગ મળશે.

વૃષભ રાશિ-

ધનને લગતા કામોમાં સાવધાની રાખવી પડશે. બચત પર ધ્યાન આપવું પડશે. વધુ દેખાડો કરવાથી બચવું પડશે. ધનનો સદઉપયોગ કરો અને જરૂરી કામોમાં જ વ્યય કરો.

મિથુન રાશિ-

તમારી માટે સ્થિતિ સામાન્ય રહેશે. જરૂરી કામો થતાં રહેશે અને ધનની આવક સામાન્ય રહેશે. પરિવારની સ્થિતિ સંતોષજનક રહેશે. વિવાહ વગેરે કાર્યોની બાધાઓ દૂર થશે.

મિથુન રાશિ-

આ રાશિ માટે સમય સારો રહેશે અને બેરોજગારોને રોજગાર મળી શકે છે. નવા વસ્ત્રો અને ઘરેણાંઓ મળશે અને અન્ય ભૌતિક સુખોમાં પણ વધારો થશે.

સિંહ રાશિ-

આ ત્રણ ગ્રહોને લીધે લાભ થશે. વેપારમાં પ્રગતિ થશે. નોકરી કરનારા લોકોને પ્રમોશનની સાથે ધનનો લાભ થઈ શકે છે. સમય દરેક પ્રકારે ફાયદાકારક રહેશે.

કન્યા રાશિ-

પૈસાની ખોટનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓને વધારે મહેનત કરવી પડશે. જમા પૂંજી ખર્ચ કરવો પડી શકે છે.

તુલા રાશિ-

આ સમય સારો રહેશે. સ્થિતિમાં સુધારો થશે અને પ્રમોશનની તકો મળશે અને અનેક અટકેલા કામમાં ગતિ આવશે. સમય પર લક્ષ્ય પૂરું કરવામાં સફળ થશો.

વૃશ્ચિક રાશિ-

કામ કરવાની સ્થિતિ અનુકૂળ રહેશે અને વેપાર-નોકરીમાં પ્રગતિની તકો મળશે. જાન્યુઆરી 2020ના અંતે સમય વધુ સારો બની જશે.

ધન રાશિ-

લાભ મળવાના યોગ છે. ધનની આવકમાં વધારો થશે અને દેવાની સ્થિતિમાંથી સુધારો થતો જશે. ધર્મના કાર્યોમાં રસ વધશે.

મકર રાશિ-

તમારી આવક પ્રભાવિત થઈ શકે છે. સંભાળીને રહેવું પડશે અને વિવાદોથી બચવું પડશે. દરેક કામને સમજી-વિચારીને કરો.

કુંભ રાશિ-

આર્થિક લાભની સ્થિતિ બની રહી છે. સફળતાઓ મળશે. લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ થશો. જૂની ઈચ્છાઓ પૂર્ણ થશે. પારિવારિક મામલાઓમાં સુધારો થશે.

મીન રાશિ-

આવકમાં ખોટ પડવાના યોગ નથી. સમયમાં સુધારો થશે. પાછલા વર્ષોમાં ચાલતી આવતી પરેશાનીઓનો અંત થશે. સ્વાસ્થ્યમાં સુધારો શક્ય છે.