રિયલ એસ્ટેટમાં તેજી લાવવા સરકારની કવાયત, 25 હજાર કરોડના ફન્ડની જાહેરાત

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રિયલ એસ્ટેટ સેક્ટર માટે મોટી રાહતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દેશભરમાં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ માટે સરકાર તરફથી 10 હજાર કરોડ રૂપિયાનું ફન્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે સિવાય તેમણે કહ્યું કે LIC હાઉસિંગ અને એસબીઆઇ તરફથી પણ તેમાં પૈસા ઉમેરવામાં આવશે. તેમણે કહ્યું કે કુલ ફંડ અત્યારે 25 હજાર કરોડ રૂપિયાનુ નક્કી કરવામાં આવ્યું છે.

નિર્મલા સીતારમણે કહ્યું કે સસ્તી અને સરળ શરતો પર ફન્ડ આપવામાં આવશે. તેમાં અફોર્ડેબલ અને લો કોસ્ટ હાઉસિંગ પ્રોજેક્ટને ફાયદો મળશે. તેમણે કહ્યું કે જે પ્રોજેક્ટ NPA થઇ ગયા છે અથવા તો NCLTમાં છે તેમને પણ તેનો ફાયદો મળશે. નિર્મલા સીતારમણે મંગળવારે કહ્યું હતું કે સરકાર અને ભારતીય રિઝર્વ બેન્ક આ સેક્ટરની મુશ્કેલીઓનું સમાધાન શોધવાની દિશામાં કામ કરી રહ્યા છે.