સેન્સેક્સ 184 અંકના વધારા સાથે 40653ના રેકોર્ડ સ્તર પર બંધ, નિફ્ટી પણ 12000ની ઉપર

શેરબજારે ગુરુવારે સતત બીજા દિવસે રેકોર્ડ બનાવ્યો. સેન્સેક્સ 184 અંકના વધારા સાથે 40653ના રેકોર્ડ સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીનું ક્લોઝિંગ 12000ની ઉપર થયું.

સેન્સેક્સ પર SBI, એચડીએફસી, આઈટીસી અને એક્સિસ બેન્ક સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. એસબીઆઈ 1.51 ટકા વધી 322.35 પર કારોબાર કરી રહ્યો છે. એચડીએફસી 1.39 ટકા વધી 2,251.15 પર કારોબાર કરી રહ્યો છે.

ટાટા સ્ટીલ, વેદાંતા, યસ બેન્ક, ટાટા મોટર્સ અને ઓએનજીસી સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલ 1.62 ટકા ઘટી 397.80 પર કારોબાર કરી રહ્યો છે. વેદાંતા 1.20 ટકા ઘટી 156.05 પર કારોબાર કરી રહ્યો છે.