રોહિત શર્મા T20માં 2500+ રન કરનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો

રોહિત શર્મા (85) ટી20માં 2500+ રન કરનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. ટી20માં તેના 2537 રન થઇ ગયા છે. 72 મેચમાં 2450 રન સાથે બીજા નંબરે વિરાટ કોહલી છે. ન્યૂઝિલેન્ટના ગુપટીલે 82 મેચમાં 2359 રન કર્યા છે. રોહિતે 22મી વખત 50+નો સ્કોર કર્યો. તે અને કોહલી સૌથી વધુ 22-22 વખત આમ કરી ચૂક્યા છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 153 રન કર્યા. તેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ 15.4 ઓવરમાં બે વિકેટે 154 રન કરીને મેચ જીતી લીધી. રોહિત પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. શ્રેણી 1-1થી સરભર થઇ ગઇ છે. ત્રીજી અને નિર્ણાયક મેચ 10 નવેમ્બરે નાગપુરમાં રમાશે.લીધી.