રાકેશ રોશન કેન્સર સામેની લડાઈ પર પહેલી જ વાર બોલ્યા, કહ્યું, મને થોડો ડર લાગ્યો હતો

ફિલ્મમેકર રાકેશ રોશને પહેલી જ વાર કેન્સર અંગે વાત કરી હતી. હાલમાં રાકેશ રોશને અંગ્રેજી વેબસાઈટ સાથેની વાતચીતમાં પોતે કેન્સર સામે કેવી રીતે લડ્યાં તે અંગે વિગતે વાત કરી હતી. રાકેશે કહ્યું હતું કે શરૂઆતમાં તેમના ફેમિલી ડોક્ટર્સે લખેલી દવાઓની કોઈ અસર થઈ નહોતી. તેમને ગળામાં ફોલ્લી જેવું હતું, જેમાં તેમને કોઈ દુખાવો કે ખંજવાળ આવતી નહોતી. એ દિવસ તેઓ તેમના ફ્રેન્ડને હિન્દુજા હોસ્પિટલમાં મળવા ગયા હતાં. ફ્રેન્ડને મળીને બહાર નીકળતી વખતે તેમણે હોસ્પિટલમાં ENT સર્જનની કેબિન જોઈ હતી અને તેઓ તે ડોક્ટરને મળવા ગયા હતાં. ત્યારે ડોક્ટરે તેમને બાયોપ્સી કરાવવાની સલાહ આપી હતી પરંતુ ખબર નહીં કેમ તેમને એવું લાગતું જ હતું કે તેમને કેન્સર હશે. જ્યારે કેન્સરનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો ત્યારે તેઓ રીતિક રોશનના ઘરે હતી. તે દિવસ 15 ડિસેમ્બર, 2018 હતો.