સેન્સેક્સ 221 અંક વધ્યો, નિફ્ટી 11966 પર બંધ; ICICI બેન્ક, ઈન્ફોસિસમાં તેજી

સપ્તાહના ત્રીજા દિવસે સેન્સેક્સ 221.55 અંક વધીને 40,469.78 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 48.85 અંક વધીને 11,966.05 પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સ પર ઈન્ફોસિસ, કોટક મહિન્દ્રા, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ફોસિસ 2.32 ટકા વધી 711.95 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે કોટક મહિન્દ્રા 1.75 ટકા વધી 1,581.05 પર કારોબાર કરી રહ્યો છે.

બીજી તરફ ભારતી એરટેલ, એચસીએલ ટેક, રિલાયન્સ, મારૂતિ સુઝુકી અને ટીસીએસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતી એરટેલ 2.15 ટકા ઘટીને 376.00 પર કારોબાર કરી રહ્યો છે. એચસીએલ ટેક 0.72 ટકા ઘટીને 1,149.90 પર કારોબાર કરી રહ્યો છે.

News Source : https://www.divyabhaskar.co.in/