દિલ્હીમાં પ્રિયંકા ચોપરાને 500 રૂ.ની નોટ સાથે ડેઝર્ટ ‘દૌલત કી ચાટ’ સર્વ કરવામાં આવ્યું

પ્રિયંકા ચોપરા હાલમાં નવી દિલ્હીમાં ‘ધ વ્હાઈટ ટાઈગર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગ વચ્ચે પ્રિયંકાએ દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં જઈને અહીંની ફેમસ ‘દૌલત કી ચાટ’ ટેસ્ટ કરી હતી. રાજકુમાર રાવે તેની તસવીર ક્લિક કરી હતી અને પ્રિયંકાએ આ તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

500 રૂપિયાની નોટ સાથે ‘દૌલત કી ચાટ’ સર્વ કરવામાં આવી
પ્રિયંકા ચોપરાએ શૅર કરેલી તસવીર પ્રમાણે, ‘દૌલત કી ચાટ’ની સાથે નકલી 500 રૂપિયાની ચાર નોટ્સ પણ મૂકવામાં આવી છે. પ્રિયંકાએ આ તસવીર શૅર કરીને કેપ્શન આપ્યું હતું, મારા ડેઝર્ટમાં કેશ, પહેલી જ વાર દૌલત કી ચાટ.

નેટફ્લિક્સ પર ફિલ્મ રિલીઝ થશે
ફિલ્મ ‘ધ વ્હાઈટ ટાઈગર’ રાઇટર અરવિંદ અડિગાની બુકર વિનિંગ પુસ્તક ‘ધ વ્હાઇટ ટાઇગર’ પર આધારિત છે. આ ફિલ્મથી આદર્શ ગૌરવ ડેબ્યૂ કરવાનો છે. આ ફિલ્મને અમેરિકન ઇરાનિયન ડિરેક્ટર રમિન બહરાની ડિરેક્ટ કરે છે. તેમણે જ આ ફિલ્મનો સ્ક્રીનપ્લે લખ્યો છે. આ ફિલ્મને નેટફ્લિક્સ અને મુકુલ દેઓરા સાથે મળીને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ વાર્તાનો નાયક એક નાના ગામનો ચા વેચનાર હોય છે જે અથાગ પરિશ્રમ બાદ પોતાના પગ પર મોટા શહેરમાં બિઝનેસની નવી ઊંચાઈઓને હાંસલ કરે છે. આ ફિલ્મમાં પ્રિયંકા અને રાજકુમાર પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરી રહ્યાં છે.

 

News Source : https://www.divyabhaskar.co.in/