‘એરલિફ્ટ’ બાદ એક્ટર પ્રોડ્યૂસર ડ્યૂઓ અક્ષય કુમાર અને નિખિલ અડવાણી ફરી સાથે કામ કરશે, એક્શન ફિલ્મ બનાવશે

અક્ષય કુમાર છેલ્લે ‘હાઉસફુલ 4’ ફિલ્મમાં દેખાયો હતો. ‘મિશન મંગલ’ બાદ અક્ષયની આ ફિલ્મ પણ 100 કરોડ ક્લબમાં સામેલ થઇ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ અક્ષય કુમાર પ્રોડ્યૂસર વાસુ ભગનાની સાથે અપકમિંગ ફિલ્મને લઈને ડિસ્કસ કરી રહ્યો હતો. આગામી ફિલ્મ માટે અક્ષયે પ્રોડ્યૂસર વાસુ ભગનાની અને નિખિલ અડવાણી સાથે હાથ મિલાવ્યા છે. આ અપકમિંગ ફિલ્મને ‘લખનઉ સેન્ટ્રલ’ ફેમ ડિરેક્ટર રણજિત તિવારી ડિરેક્ટ કરશે. તે ફિલ્મને નિખિલ અડવાણીએ જ પ્રોડ્યૂસ કરી હતી.

અક્ષય કુમાર અને નિખિલ અડવાણી ત્રણ વર્ષ બાદ ફરી સાથે કામ કરશે. બંનેએ છેલ્લે 2016માં આવેલ ‘એરલિફ્ટ’ ફિલ્મમાં કામ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મ એક્શન, ઈમોશન અને એન્ટરટેઇન્મેન્ટથી ભરપૂર હશે. આ એક્શન ડ્રામા રિયલ લાઈફ ઇન્સિડેન્ટથી પ્રેરિત હશે. ‘મિશન મંગલ’ અને ‘હાઉસફુલ 4’ની સફળતા બાદ અક્ષયની માર્કેટ વેલ્યુ વધી છે બોક્સઓફિસ પર તેની અપીલ પણ વધુ છે. આ ફિલ્મ મોટા બજેટ પર બનાવવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ લંડનમાં થઇ શકે છે.

આ સિવાય અક્ષય ‘લક્ષ્મી બોમ્બ’ અને ‘સૂર્યવંશી’ ફિલ્મમાં વ્યસ્ત છે. અક્ષય કુમારે ફિલ્મની સાથે એક મ્યુઝિક વીડિયો ‘ફિલહાલ’માં પણ કામ કર્યું છે. અક્ષય કુમાર કરીના કપૂર સાથે ‘ગુડ ન્યૂઝ’ ફિલ્મમાં પણ જોવા મળશે.

 

News Source : https://www.divyabhaskar.co.in/